Thursday , August 6 2020
Latest Updates
Home / Music / Stuti / Yamuna Kavach – Stuti ધર્મ,અર્થ,કામ,મોક્ષ દેવાવાળું”શ્રીયમુના કવચ – “શ્રીયમુનાજીની સ્તુતિ” પાઠ !!!

Yamuna Kavach – Stuti ધર્મ,અર્થ,કામ,મોક્ષ દેવાવાળું”શ્રીયમુના કવચ – “શ્રીયમુનાજીની સ્તુતિ” પાઠ !!!

મિત્રો,
Youtube ચેનલ “આવો સત્સંગ માઁ “આપ સૌ નું સ્વાગત છે.. આ વિડિઓ માં શ્રીયમુનાજી નું કવચ અને શ્રી યમુનાજી ની સ્તુતિ સંભળાવવામાં આવી છે..
શ્રીયમુના કવચ
શ્રીયમુનાજીની સ્તુતિ
જો આપને આ વિડિઓ પસંદ આવે તો…
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏

શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં.
સિદ્ધિ અલૌકિક આપનારાં વંદુ શ્રી યમુનાજીને.
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું.
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું.
પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો.
મા ! સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં.
ત્યાં કાલિન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે.
એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઊછળી રહ્યા.
ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઊછળતાં શોભી રહ્યાં.
હરિ હેતના ઝુલા ઉપર જાણે બિરાજ્યાં આપ હો.
સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે આપની,
ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપો.
શ્રીકૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખો.
ભગવદ્ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજે.
ચમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં,
મમ દેહ મન શ્રીકૃષ્ણને પ્રિય થાય એવા રાખજો.
વિસ્કાર્તિમાં છે માત ! મારા હૃદયમાં બિરાજો.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
અનંત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે.
ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું.
વિશુદ્ધ મથુરા આપના સાંનિધ્યમાં શોભી રહ્યું.
સહુ ગોપ ગોપી વૃંદને ઇચ્છિત ફળ આપી રહ્યું.
મમ કોડ સૌ પુરા કરો જયમ ધ્રુવ પરાશરના કર્યા.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો.
શ્રીકૃષ્ણનાં ચરણો થકી શ્રી જખ્ખનવી ઉત્પન્ન થયાં.
સત્સંગ પામ્યાં આપનો ને સિદ્ધિદાયક થઈ ગયાં.
એવું મહાભ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે.
સમકક્ષામાં આવી શકે સાગરસુતા એક જ ખરે.
એવા પ્રભુને પ્રિય! મારા હૃદયમાં આવી વસો.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો.
હું આપની સ્તુતિ શું કરું મય્યાભ્ય અપરંપાર છે.
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
પણ આપની સેવા થકીઅદ્ભુત જલક્રીડા તણાં.
જલનાં અણુની પ્રાપ્તિ થાયે ગોપીજનોના સ્નેહથી.
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજો.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો.
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો.
નિત્યે પ્રભુને પ્રિય થાશે ને નાશ થાશે પાપનો.
સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ.
આનંદ સાગર ઊમટશે ને સ્વભાવ પણ જાશે જીતી.
જગદીશને હાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે.
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

#આવોસત્સંગમાઁ#યમુનાકવચ#યમુનાજીનીસ્તુતિ

OUR FACEBOOK PAGE:

OUR INSTAGRAM PAGE:

DISCLAIMER :

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for “Fair Use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE AND FOR BEST VIEW EXPERIENCE TO VIEWERS ONLY.

Check Also

Maharudra Stuti|| Devta Kajal Nati|| Santosh Toshi||Tarun$Vijay||Taantra Boys|| Singhania films||TMG

Singer : Santosh Toshi(9816601603) Music : Tarun Tashu & Vijay lyrics : Raj Manzer video …