VYO Dubai દ્વારા આયોજિત માસિક સંત્સંગ ઠકુરાણી તીજ – ભક્તિ અને પરંપરાનું પાવન તહેવાર exclusive on gujaratitv.com
ઠકુરાણી તીજ શ્રાવણ શુક્લ તૃતીયા તિથિએ ઉજવાતો એક પવિત્ર પુષ્ટિમાર્ગીય ઉત્સવ છે, જે શ્રીમહાપ્રભુજી અને શ્રીયમુનાજી વચ્ચેના દિવ્ય મિલનને ઉજાગર કરે છે. સંવત 1549માં શ્રીમહાપ્રભુજીના ગોકુલ પધારણ સમયે શ્રીયમુનાજી ઠકુરાણી ઘાટ પર પ્રગટ થયા હતા અને યમુનાઅષ્ટકની રચનાનું આલૌકિક પ્રેરણાદાયી દર્શન આપ્યું હતું. આ તીજના દિવસે ભક્તો ઠકુરજીના હિંડોળા દર્શન કરે છે, પદો ગાય છે અને યમુનાજી પ્રત્યે અખંડ શ્રદ્ધા વ્યક્ત કરે છે. VYO Dubai દ્વારા આ તીજ ઉત્સવ ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.