એક સાથે બે વર્લ્ડ રેકોર્ડ સાથે ‘યોગ પુરુષ’ નો સન્માન સમારોહ📅 તારીખ : ૨૦ જુલાઈ, ૨૦૨૫, રવિવાર📍 સ્થળ : હોટેલ ઘી ગ્રાન્ડ રિજેન્સી,
ઢેબર રોડ, મેહતા પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ.સોરઠ-સૌરાષ્ટ્રનું ગૌરવ, સંતશ્રી બિડલાદાસ બાપુસંતશ્રી બિડલાદાસ બાપુ (ઉમર : ૭૦ વર્ષ)
સ્થળ : બાપુ બનારસીદાસજી, પ્રગટેશ્વર મહાદેવ – ભવનાથ તલહટી – ગીરનાર, જુનાગઢ, ગુજરાત, ભારત.સંતશ્રી બિડલાદાસ બાપુ પંજાબના ગોલ્ડન ટેમ્પલના અગ્રિમ પંક્તિના સેવક રહ્યા છે અને પંજાબના પરિવાર ક્ષેત્રના અગ્રિમ પંક્તિના સ્વયંસેવક રહ્યા છે. સંતશ્રી બિડલાદસ બાપુ એક શિક્ષિત વ્યક્તિત્વ અને સાધુતાનો સમન્વય છે.સોરઠ-સૌરાષ્ટ્રનું ગૌરવ ગિરનારની પુણ્ય ભૂમિ સાથે જોડાયેલા, સંતશ્રી બિડલાદસ બાપુ એક એવા યુગ પુરુષ છે જેમને યોગના ક્ષેત્રમાં વિશ્વ સ્તરે ભારતની પ્રતિષ્ઠાને ઉંચાઈઓ પ્રદાન કરી છે.
તેઓ વર્લ્ડ રેકોર્ડ ધારક છે, અને ખાસ વાત e છે કે તેમને વર્ષો બાદ સ્વયં જ પોતાનો પાછલો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે, જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી.
તેમના નામ પર યોગમાં એકાંતિક અંતરરાષ્ટ્રીય સુવર્ણ પદક છે, જે ફક્ત વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સાધનની મહિમાનું પ્રતિક છે.
તેમને શિષ્યોને યોગનો માર્ગ દેખાડ્યો છે અને નિયમિત યોગ શિબિર, પ્રવચન, ધ્યાન સત્ર અને સેવાકાર્ય દ્વારા સમાજમાં અધ્યાત્મિક જાગૃતિ લાવી છે.