રામે વાવી બાજરી ll કીર્તન લખેલ છે ll જયશ્રીબેનબાલધા l gujrati bhajan l desi kirtan l krishna
રામે વાવી બાજરી | Rame Vavi Bajri | Gujarati Bhajan |
સંપૂર્ણ ભજન અહીં લખેલું છે 👇👇
સોના સાતીડું લાવ્યા
સાથે સીતાજી આવ્યા
ધોળા ધોરીડા જોડ્યા રે
મારા રામે વાવી બાજરી
રામે વાવણીયો બાંધ્યો
સીતાજી હાંકે બળદિયા
રામ બાજરી ઓરે રે
મારા રામે વાવી બાજરી
બાજરી વાવી ઘરે આવ્યા
દસમે દાડે આંટો આવ્યા
ખેતર લીલાછમ રે
મારા રામે વાવી બાજરી
નીંદી પારવીને ઘરે આવ્યા
બાજરીમાં તો પાળા તાણ્યા
પાળા તાણીને પાય રે
મારા રામે વાવી બાજરી
બાજરીમાં ડુંડા આવ્યા
ડુંડામાં તો દાણા આવ્યા
દાણાનો પોંક પાડ્યો રે
મારા રામે વાવી બાજરી
પોંક લઈને ઘરે આવ્યા
ઘરે આવ્યા તો શિવજી આવ્યા
હરખે પોંક ખાધો રે
મારા રામે વાવી બાજરી
જે સત્સંગ મંડળમાં આવ્યા
જેણે ધ્યાન ધરીને સાંભળ્યા
એનો રામ ચરણમાં વાસ રે
મારા રામે વાવી બાજરી
#kirtan #shreeharisatsang #jayshreebenbaldha
#bhajan #rambhajan #gujtati_bhajan #newbhahan #satsang #kirtan #newbhajan2024 #ram
#jayshreebenbaldha #shreeharisatsang #kirtan #desikirtan #2024shyambhajan