“ચાલો મળીએ જમીએ, કારણ વગર” | GujaratiTv | Gotecha Family |
“ચાલો મળીયે જમીયે, કારણ વગર”
(આપણી અમૂલ્ય પરંપરા જાળવવાનો એક નાનો પ્રયત્ન)
સૌજન્ય:
ગોટેચા પરિવાર
જમાનો આજે એટલો ઝડપથી આગળ વધી રહ્યો છે કે આપણો ભૂતકાળ પણ ભુલાવા લાગ્યો છે. આપણા સંસ્કારો, આપણી પરંપરા પણ ભુલાવા લાગી છે. આજના યુગમાં લગ્ન પ્રસંગોમાં બુફેનું ચલણ વધ્યું છે. હાથમાં ડીશ લઈને ઊભા-ઊભા જ ભોજન લઈએ છીએ.
આવા સંજોગોમાં અનેક વડીલો કહેતા હોય છે કે અમારા સમયમાં તો લગ્ન પ્રસંગોમાં જમવાનું માણવાની મજા આવતી. પંગતમાં નીચે બેસવાનું, આગ્રહપૂર્વક યજમાનો જમાડતા. જમણવારના અંતે તો યજમાન પોતે જ મીઠાઈના બટકા પ્રેમથી મોંમાં આપતા હતા. આજે એ આત્મીયતા ખૂટે છે. ત્યારે પ০-૬০ વર્ષ પૂર્વેનો જમણવાર ગોઠવવાનો એક વિચાર આવ્યો છે.
જે જમણવાર જમીન ઉપર પંગતમાં બેસીને જમવાનું, પીરસવા માટે મિત્રો તથા કુટુંબીજનો આવે અને વાનગીઓ પણ આપણી પરંપરાગત. કોઈપણ કારણ વગર આવો એક જમણવાર અને મિલનનો કાર્યક્રમ અમે ગોઠવ્યો છે. જેમાં પધારવા અમારું સ્નેહભર્યું નિમંત્રણ છે.
આવો સરસ પરંપરાગત મેવાડવો- ભોજન હોય ત્યારે લગ્નગીત અને ફટાણાંને કેમ વિસરાઈ?? આપણા ગૌરવ સમાન ગાયક દિપક ચાવડા તેમના ગ્રુપ સાથે સુંદર લગ્ન ગીતો, ફટાણાં, લોકગીતો અને અન્ય પરંપરાગત ગીતો રજૂ કરશે. આ દિવસે સવારે ૧૧ થી ર દરમિયાન આપણે સૌ સંગાથે અડઘી સદી પૂર્વેની યાદો- માહોલ અનુભવીશું.
આ પ્રસંગમાં કેટરિંગ વાળાને ઓર્ડર ન આપતા તે જમાનામા જે રીતે રસોઈવાળા બહેનને બોલાવામાં આવતા, તે જ રીતે રસોઈ માટે બહેનને બોલાવામાં આવ્યા છે. તેમણે આપેલ લિસ્ટ મુજબ કરિયાણું અને શાકભાજી લેવામાં આવેલ છે.
ગીત સંગીત
સવારે ૧૧:߀߀ કલાકે
જમણવાર
બપોરે ૧ર:߀߀ કલાકે
(અમારી ગેરેન્ટી)
તારીખ : ૩૧ માર્ચ,૨੦૨૪ રવિવાર
સ્થળઃ કાઠિયાવાડ જીમખાન હોલ RKC ની સામે, રાજકોટ
મેનુ:- પૂરી, રોટલી, છાલવાળું બટેટાનું શાક, કઠોળમાં વાલનું શાક, ભરેલા-ટમેટા, મિક્સ ભજીયા, મોહનથાળ, બુંદીના લાડવા, ગાંઠિયા, દાળ-ભાત, છાસ, સંભારો, છેલ્લે આગ્રહપૂર્વક ગુલાબજાંબુના બટકા
નોંધ:- ૧) જૂના જમાના પ્રમાણે ટેબલ રાખી વધાવો લેવામાં આવશે
੩પિયા ૨,૫,૧૧, ર૧ અને પ૧/-
કોઈપણ સંજોગોમાં પ૧ /- થી વધુ વધાવો લેવામાં આવશે નહિ
૨) વાસણપ્રથા બંધ છે
૩) જમવા માટે વડીલો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા રાખેલ છે
૪) ડ્રેસ કોડ (મરજીયાત)
જેન્ટ્સ – ફોર્મલ, ઝભ્ભો, સફારી
લેડીઝ – ગુજરાતી સાડી
#gujaratitv #culturalpride #ourculture #old_is_gold #gotechafamily
#vijayrupani #darshitashah #fatana #lagangit #pangat #bharat
OUR WEBSITE : https://lightgrey-wolverine-421604.hostingersite.com/2021/
Follow our Social Media handles
Instagram : https://www.instagram.com/gujaratitv/
Linkedin: https://www.linkedin.com/in/gujaratitv/
Whatsapp channel : https://whatsapp.com/channel/0029Va9iVhlKbYMPMZxtYK1vV | Vishwas Foundation | www.gujaratitv.com